ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 13

  • 4.3k
  • 1
  • 1.6k

ધમધમતાં સૂર્યના કિરણો સાથે સૂર્યોદય થયો, નવા દિવસની શરૂઆત એક નવી જ મુસીબત લાવવાની હતી. અક્ષર ઉઠ્યો કે તરત જ તેને સ્કૂલે ના જવા માટે કોઈ સખત આગ્રહ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. સવારે અચાનક પોતાના રૂમ પાસે પગ લપસી જવાથી પડી ગયો, થોડી વાર પછી જ નાસ્તો કરતી વખતે તેના યુનિફોર્મ પર કોફી ઢોળાઈ જવી, સ્કૂલે જતી વખતે રસ્તામાં ખુબ જ વધારે ટ્રાફિક હોવો, આ બધા સંકેત તેને સ્કૂલે જવાથી રોકી રહ્યા હતા. અંતે અક્ષર સ્કૂલે પહોંચ્યો કે તરત જ શાળાના ગેટ પાસે એક વૃદ્ધ દાદા તેની પાસે આવીને રોડ પર આવેલ મેડીકલમાંથી દવા લાવવાનું કહે