સિકકા ની બીજી બાજુ

  • 2.8k
  • 814

સિક્કાની બીજી બાજુબપોરનો સમય હતો. સૌરાષ્ટના રસ્તા પર એક બસ દોડી રહી હતી. આખી બસ મુસાફરોથી ખચોખચ ભરેલી હતી. યુવાન, વૃદ્ધ સ્ત્રીઓ, પુરુષો તથા બાળકો સમાજના દરેક વર્ગના માણસો હતા. થોડા થોડા અંતરે આવતા સ્ટોપ પર ઉભા રહેતા રહેતા બસ આગળ વધી રહી હતી. બસની બધી સીટો પહેલાથી જ ભરાયેલી હતી.તેમ છતાં બીજા મુસાફરો બસમાં ચડી રહ્યા હતા. બપોરનો સમય હતો એટલે મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા.અમુક માણસો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. કેટલાક લોકો હેન્ડલ પકડીને ચુપ ચાપ ઉભા હતા. આખી બસમાં ફક્ત બે જ વ્યક્તિઓ વાત કરી રહ્યા હતા. એક વૃદ્ધ પુરુષ અને એમનો પાંત્રીસેક વર્ષનો દીકરો.“એ પપ્પા જોવો