કંજૂસ

(12)
  • 4.6k
  • 1
  • 840

** કંજૂસ**એક સરકારી કચેરીના વહીવટી વડા હોવાના નાતે કર્મચારીઓનું હાજરી પત્રક મુકેશ પરીખના ટેબલ પર રહેતું. તમામ કર્મચારીઓ રોજ સવારે હાજરી પત્રકમાં સહી કરવા તેમના ટેબલ પર હાજર થતા અને “ગુડ મોર્નિંગ” કહી હાજરી પત્રકમાં સહી કરી પોતપોતાના ટેબલ તરફ પ્રયાણ કરતા. મુકેશ પરીખે પોતાના ટેબલ પર દરેક કર્મચારીઓની જન્મ તારીખ નોંધી રાખેલ હતી. જે દિવસે જે કર્મચારીનો જન્મ દિવસ હોય તે દિવસે તે કર્મચારીને તેમના તરફથી જન્મદિનની શુભકામનાઓ સાથે એક ગુલાબનું ફૂલ અવશ્ય આર્પણ કરવામાં આવતું. જો સંજોગોવસાત કોઈ કર્મચારી તેના જન્મ દિવસે કચેરીમાં હાજર ન હોય તો એક ગુલાબનું ફૂલ અને શુભેચ્છા સંદેશો તે કર્મચારીના ટેબલ પર મુકવામાં