ગિરનારનું રહસ્મય તળાવ

(52)
  • 6.4k
  • 3
  • 2k

ગિરનારનું રહસ્યમય તળાવઆદીથ એ હજી હમણાં જ પુરાતત્વ માં માસ્ટર ડીગ્રી મેળવી હતી. આપણા ભારત માં જલ્દી આ વિષય કોઈ લેતું નથી અભ્યાસ માટે. ભારતમાં હજી આ એટલું પ્રખ્યાત પણ નથી. પણ આદીથને નાનપણ થી જ આવું બધું ગમે. એટલે ક્યાંય પણ ફરવા જાય અને કોઈ જૂનું મંદિર કે સ્મારક દેખાય એટલે ત્યાં જ ઉભો રહી જાય.એને અહેસાસ થતો એ મંદિર કે સ્મારક પાછળની વાર્તા. એ કેમ બન્યું એ જાણે એની દૃષ્ટિ સામે તાદૃશ્ય થતું. એટલે એને જે અહેસાસ થયો એ અને એ સ્મારક પાછળની સાચી વાત જાણવા માટે તલપાપડ થઇ જતો અને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એને