અનાથાશ્રમથી ઘર સુધી

  • 1.3k
  • 508

સરકારી અનાથાશ્રમની વિદાય લેતા વેળા અમનની આંખો ભીની પરંતુ હોઠો પર એક મીઠું સ્મિત વર્તાય રહ્યું હતું. કારણ જ કાંઇક એવું હતું કે સ્મિત અને દુઃખનો અનુભવ એક સાથે થાય. અનાથાશ્રમની ઇમારતમાંથી બહાર નીકળી આશ્રમના ચોકમાં એની આંખ સમક્ષ જે દ્રશ્ય ખડું થયું એ આજ પહેલા એને ક્યારેય અનુભવ્યું નહોતું કે એની કલ્પના પણ નહોતી કરી. એ દ્રશ્ય જોઇને અમન તો મંત્રમુગ્ધ થઈ ગયો ને વિચારોના વમળમાં ખોવાઇ ગયો. વિચાર કરતા કરતા ત્યાં પહોંચી ગયો જ્યાથી આ બધી વાતની શરૂઆત થઈ હતી. હજુ કાલની જ તો વાત છે કે મારું જીવન બસ કોરા કાગળની જેમ હતું