રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 36

(72)
  • 3.3k
  • 1.8k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૬ ઈશાન જ્યારે નિમલોકોની યુદ્ધ છાવણી તરફ અગ્રેસર થવાં દુર્વા જોડે નક્કી કરવામાં આવેલાં સ્થાને પહોંચ્યો ત્યારે એને જોયું કે ત્યાં બાંધેલાં બંને અશ્વ કે દુર્વા કોઈ ત્યાં હાજર નહોતું. "દુર્વા ઉતાવળમાં અહીંથી નીકળી ગયો લાગે છે." મનોમન આટલું વિચારી ઈશાન ઉતાવળાં ડગલે પોતાની યુદ્ધ છાવણી તરફ અગ્રેસર થયો. ઈશાન જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે રુદ્રએ એને પહોંચતાં જ સવાલ કર્યો "ઈશાન, દુર્વા કેમ તારી જોડે નથી આવ્યો?" "રુદ્ર, મને એમ કે દુર્વા મારી પહેલાં આવી ગયો હશે." "વાંધો નહીં એ હમણાં આવી જશે! તું એ જણાવ કે મેઘનાને મળ્યો? એની તબિયત કેવી છે?" રુદ્રના આ