હોમવર્ક

(12)
  • 4.1k
  • 1k

હોમવર્ક 'અરે અગિયાર વાગી પણ ગયા? ભલે પણ દીકુ તો તૈયાર છે ને, એનું થયું એ બહુ છે પણ આજેય બાકી રહી જશે? આજે તો હજી હોમવર્ક પણ બાકી છે. ગણિતના પંદર દાખલા અને પેલો સાતમો ગુજરાતીનો પાઠ લખવાનો બાકી જ છે. ક્યારે પહોંચીશ હવે સ્કૂલે? એમાંય ગુજરાતીના મેડમ તો બહુ જ વઢશે, કાલે જ તો પાછું એમને સાયકલની ચેઇન નીકળી ગયાનું બહાનું કર્યું હતું.આજે શું કહીશ? આજે તો નહીં ચલાવી લે!' આવી કંઈક મનોમન ચાલી રહેલી વિડંબના એના ચહેરા પર સહજ દેખાતી જ હતી આજે તો! મનમાં આવા વિચારો સાથે એ શું લખતો એનું એને ભાન