સુંદરી - પ્રકરણ ૩

(116)
  • 7.8k
  • 5
  • 6k

ત્રણ બંને કોલેજની લાઈબ્રેરીમાં ઘૂસી જ રહ્યા હતા કે સામે એક લગભગ પચાસ-પંચાવન વર્ષનો વ્યક્તિ તેમની સામે આવતા તેમણે જોયો. “એક્સક્યુઝ મી સર, શું તમે અમને કહી શકો રૂમ નંબર પાંત્રીસ ક્યાં છે?” વરુણે પેલા વ્યક્તિને પૂછ્યું. “ન્યુ એડમિશન?” પેલાએ વળતો સવાલ કર્યો. “યસ, સર!” વરુણે સ્મિત સાથે જવાબ આપ્યો. “ધેન યુ શુડ હેવ ડન ધ ઈન્કવાયરી યસ્ટર ડે, નોટ ટેન મિનીટ્સ બિફોર ધ ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ્સ.” પેલા વ્યક્તિએ સહેજ કડક સૂર કાઢ્યો. “સર, કાલ તો જતી રહીને? હવે આજનું કાંઇક કરો ને?” વરુણ પોતાના મસ્તીભર્યા સ્વભાવને રોકી ન શક્યો. “રૂમ નંબર થર્ટી ફાઈવ, થર્ડ ફ્લોર.” પેલા વ્યક્તિને