તે બંને કોલેજમાં સાથે ભણતી. પછી બંને છુટી પડી ગઈ હતી. તે લોકો થોડો સમય અહી જ રોકાઈ ગયા. અમારી દોસ્તીની જેમ સરીતા અને પારૂલની મૈત્રી પણ ગાઢ બની ગઈ. તે વખતે જ મુકેશે તેના પપ્પા વિશે વાત કરી હતી. થોડાક સમય બાદ મુકેશને ત્યાં એક દિકરીનો જન્મ થયો. પરંતુ તેના જન્મના દસ દિવસમાં તેનું મ્રુત્યુ થયુ. ડોક્ટરના કહેવા પ્રમાણે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. મુકેશના કહેવા પ્રમાણે સરીતા પહેલેથી જ એક દિકરી ઈચ્છતી હતી. અને જ્યારે તેની દિકરીનુ આવી રીતે મ્રૂત્યુ થયું ત્યારે તે સાવ ભાંગી પડી હતી. ઘણા દિવસો સુધી તે પોતાના આ દુ:ખ માંથી બહાર આવી શકી