અચાનક બંદૂક ચાલી અને અવાજ આવ્યો ધડામ..... આર્યા લોહીમાં લથબથ પડી.... પેલા આતંકીની ગોળી એને વાગી હતી.... તુરંત અનિરુદ્ધની પણ ગોળી ચાલી અને એ આતંકી પણ ઢળી પડ્યો.... જે બની ગયું હતું એને અનિરુદ્ધ નિવારી શકે એમ ન હતો..... આર્યા પડી હતી.... અનિરુદ્ધના માટે એના વગર જીવવું અશક્ય હતું.... એણે પોતાના લમણે ગોળી તાકી અને ફરી અવાજ આવ્યો ધડામ... માધવીથી ચીસ નખાઈ ગઈ અને એણે આંખ ખોલી.ઓહ.... આ તો પોતાનું દુઃસ્વપ્ન હતું. આર્યાને કશું થયું નથી. હકીકતે હજુ સુધી કોઈ ની ગોળી ચાલી ન હતી, એ માધવીની કલ્પના હતી.