રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 8

(93)
  • 5.5k
  • 2.1k

કેપ્ટ્ન અને સાથીદારોનો સફેદ રીંછ સાથે સાથે જંગ.._________________________________________"અરે કેપ્ટ્ન ઉઠો જલ્દી.." અડધી રાતે રોકીએ કેપ્ટ્નને ઢંઢોળ્યા."શું થયું રોકી..' કેપ્ટ્ન ઊંઘમાંથી જાગીને બોલ્યા."આપણા સાથીદારો અહીંયા નથી અડધી રાતે ક્યાં ગયા હશે ?? રોકીએ ચિંતાતુર અવાજે કહ્યું. કેપ્ટ્ને જોયું તો સાચેજ પ્રોફેસર , ફિડલ અને જોન્સન ગાયબ હતા. એમને થયું કે આ ત્રણેય આમ કહ્યા વગર ક્યાં ચાલ્યા ગયા હશે. તેઓ જે વૃક્ષ નીચે સૂતા હતા એની આજુ બાજુની જમીન પર પણ એમના ગયાના કોઈ નિશાન નહોતા.થોડેક દૂર એમણે અગ્નિ સળગાવ્યો હતો સૂતી વખતે એ હજુ પણ સળગી રહ્યો હતો એના અજવાળમાં રોકીને મોટા પગલાંના નિશાન દેખાયા."કેપ્ટ્ન.. અહીંયા જુઓ.. કોઈક મોટા પગની