મોબાઈલ અને અન્ય ઈેક્ટ્રોનિક્સ સાધનો રિપેર કરવામાં પ્રકાશને સારી ફાવટ હતી. તેની પાસે રિપેર કરવા આવેલાં કોઈ પણ સાધન નવા જેવું જ થઈ જતું, ગ્રાહકને ક્યારેય કોઈ ફરિયાદ કરવાની જરૂર પડતી નહિ. ધીરે ધીરે તેના કામની ડિમાન્ડ વધવા લાગી તેમ તેમ નવી જગ્યાની જરૂરત પણ જણાવા લાગી. કામ વધતાં થોડી મૂડી પણ ભેગી થઇ હતી, એટલે જ નવી દુકાન કરી પોતાનો ધંધો વિકસાવવાનો વિચાર આવ્યો. પણ જેટલી મૂડી ભેગી થઈ હતી તેનાથી તો કામ ચાલે તેમ નહતું. પ્રકાશ પોતાના દુકાન માટેના વિચારને પોતાના પરિવાર સામે મૂકયો. પ્રકાશના માતાપિતાએ આખી જિંદગી મજૂરી કામ જ કર્યું હતું. એટલે