અવાજ સાંભળતા જ જેની અને પલકે એ છોકરા સામે જોયું. પલક તેના ઊંડા વિચારોમાં જ જાણે ખોવાઈ ગઈ. એ ત્યાં જ ઉભો હતો અને એ છોકરો પવન હતો. થોડી વાર માટે પલક બસ તેને જ જોતી રહી. પલકના ધબકારની ઝડપ વધવા લાગી હતી, થોડી વાર માટે બધું જાણે થોભી ગયું હોઈ તેમ લાગતું હતું. પવન તેની પ્રેમભરી આંખોએ માત્ર પલકને જ જોતો હતો. થોડી વાર થઈ અને પવન પલક પાસે આવીને ઉભો રહી ગયો, ઘણા દિવસ પછી પલકે પવનને જોયો હતો, પલક પવનની સામે નહોતી જોતી, તે માત્ર મોં નીચું કરીને ઉભી રહી ગઈ. ત્યાં જ પલકને કોઈ ઊંઘમાંથી ઉઠાડતું