? આરતીસોની ? પ્રકરણ : 42 ક્યારેક કુદરતને સંબંધોની આકરી કસોટી કરવામાં લિજ્જત આવતી હોય છે. વિરાજના જીવનમાં સર્જાયેલો આ વિનાશકારી અકસ્માત તો કોઈ ચમત્કાર થયે જ પૂરાય એવો હતો. ❣️કૂબો સ્નેહનો❣️ થોડા દિવસો પહેલાં હરિ સદનનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. ત્યાં અત્યારે સૂનકાર ભાસી રહ્યો હતો. અને બિલીપત્રના વૃક્ષના છાંયડામાં ઉડતી ધૂળમાં એ સન્નાટોય કાનોમાં જાણે ગુંજી રહ્યો હતો. સાંજની આરતીનો ઘંટારવ શરૂ થઈ ગયો હતો, પણ અમ્માને તો જાણે બહેરાશ આવી ગઈ હોય એમ કાનોમાં સૂનકાર છવાઈ ગયો હતો. બીજા દિવસે પરોઢથી જ આશ્રમમાંથી સહુ કોઈ વલોવાતા હૈયે અમ્માને મળવા આવવા લાગ્યાં હતાં. વિનુકાકા, ઉસ્માન