લવ બ્લડ - પ્રકરણ-21

(89)
  • 5.2k
  • 6
  • 2.5k

લવ બ્લડપ્રકરણ-21 રીપ્તા અને દેબુ કોલેજ પહોંચે પ્હેલાંજ નુપુરને વિચારોમાં પરોવાયેલી કોલેજ પહોચવાની તૈયારીમાં જોઇ અને દેબુએ એની છેક પાસે બાઇક લઇ જઇને હોર્ન માર્યુ અને નુપુર એકદમ જ ચમકી. એ પછી બંન્નેનાં ડાયલોગ અને એકબીજાની સામે નજર થી નજર મિલાવી તાકી રહ્યાં સ્પષ્ટ એહસાસ થઇ રહેલો કે બંન્નેનાં પ્રેમ ઉભરાઇને બહાર આવી રહ્યો છે અને બેન્ને જણાં એકમેકમાં પરોવાઇ રહ્યાં છે. અને રીપ્તાએ એની આંખો મીચી ઢાળી દીઠી એનાંથી સહેવાયુ જ નહીં.. નુપુરે ફરિયાદ કરી કે દેબુ કાયમ આવુ જ કરે એમ કહી મીઠો ઝગડો કર્યો. દેબુએ કહ્યું. "તને આમ શાંતિથી કોઇક વિચારોમાં આવતી જોઇ તારું ક્યાંય ધ્યાન જ