માધવી બહાર જ ઊભી રહી અને આર્યા નવાઈ પામતી, વિચારતી ફરી અંદર ગઈ. "મારા ગુરુજીએ કહ્યું હતું બેટા, કે ભૂતકાળ એક દિવસ તારી સામે આવીને ઉભો રહેશે! આજે આ કથન સત્ય થયું છે. એમણે બરાબર આજ સમય કહ્યો હતો તારા આવવા માટે. તને જોતાં જ મને અનુભૂતિ થઈ ગઈ હતી." "હું કશું સમજી નહીં ગુરુજી." "હું તારો પિતા છું બેટા!" આર્યા માટે ફરી નવું આશ્ચર્ય આવી પડ્યું. છેલ્લા એક વર્ષથી એની જિંદગી જાણે આશ્ચર્યોની હારમાળા બની ગઈ હતી. આર્યાની ધીરજ અને સમજશક્તિ અપ્રતિમ હતી પરંતુ વારંવાર એને નવા સંબંધો અને નવી ઓળખાણો મળી રહી હતી, એનું