વિચલિત મન છે,બેકાબુ મનોમંથન છે,કેમ કરી સમજાવું દિલને,આ કર્મનું જ ઋણાનુબંધ છે!વર્ષા વિચારનાં વમળમાં તણાઈ રહી હતી. મન પરનો કાબુ આજ ચૂકાઈ ગયો હતો. કેટકેટલી પ્રવુતિમાં મન પરોવવાના વ્યર્થ પ્રયાસ કરી ચુકી હતી. વર્ષાએ અંતે થાકીને ઊંઘની દવા પીધી અને પોતાના રૂમમાં ઊંઘવા માટે જતી રહી હતી.વર્ષા આમતો બહુ જ કઠણ કલેજાંની પણ અંતે તો તે એક સ્ત્રી જ ને! લોકોના રોજ બરોજના મેણાં સાંભળીને ક્યારેક એ પણ પોતાની અંદર છુપાયેલી સંવેદનાને લીધે આકુળવ્યાકુળ થઈ જતી હતી. ચાલો તમને જણાવું વર્ષાની મનના એક ખૂણામાં છુપાયેલી વેદના...વર્ષો પહેલાની આ વાત છે. વર્ષા પોતાના જીવનની નવી શરૂઆત કરવા આકાશનો હાથ અને સાથ