સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૪. ચીંટુનો શાણપણભર્યો રવિવાર

  • 4.9k
  • 2
  • 1.5k

ચીંટુનો શાણપણભર્યો રવિવાર રવિવારની રજા હતી. મમ્મીનો હેંગ થયેલો ફોન પણ હવે ઠીકઠાક હતો. પપ્પા પણ આજે ઘરે હતા. સવારે વહેલા ઉઠવાની કોઈએ ઉતાવળ નો'તી કરી - ચીંટુ સિવાય. પથારીમાં જાગ્યાની સાથેજ મમ્મીની બાજુમાં પડેલો ફોન લઈ લીધો. મમ્મીની આંખ ખુલી ગઈ. " ફોન મૂકી દે અને ચૂપચાપ સુઈ જા. તારા પપ્પાની ઊંઘ ઊડી જશે. નહીંતો બીજી રૂમ માં જા." બીજો વિકલ્પ ચીંટુએ સ્વીકારી લીધો. કલાક સુધી કોઈ અડચણ જ નહીં. પપ્પા જાગી ન જાય એવા ભાવથી ગેઇમ રમવામાં ધ્યાન આપ્યું. મોબાઈલમાં પૂરેપૂરો ધ્યાનસ્થ થઈ ગયો હોય તેમ બીજી રૂમમાં જઈને રમવા લાગ્યો. કલાક પછી મમ્મી જાગી ગઈ ને પછી