વૈશ્યાલય - 14

(46)
  • 9.3k
  • 5
  • 4.3k

આગળ ચમેલી ચાલતી હતી અને પાછળ અંશ ને ભરત ધીરે ધીરે પગલાં ભરી રહ્યા હતા. જાણે કોઈ રહસ્યમય જગ્યાની સફર કરતા હોય એવી બન્ને ને ભ્રાતી થતી હતી. સામાન્ય દુનિયાથી કઈક અલગ જગ્યા પર એ લોકો આવી ચૂક્યા હતા. જીવનની કહાનીઓ અહીંયા બદલાઈ રહી હોય અને પોતે મૌન બની ચાલ્યા જતા હોય એવું લાગી રહ્યું હતું. ચમેલીને તો આ જગ્યા પર રોજનું થયું હતું. કદાચ જીવનના અંતિમ શ્વાસ પણ તેને આ જગ્યા પર જ લેવાના હતા. અંદર જતા ચાર રૂમ હતા. ચારેયના દરવાજા ખુલ્લા હતા. અંદર થી પરફ્યુમ અને અત્તરની ખુશ્બુ આવી રહી હતી. દીવાલો પર અદ્ભૂત ચિત્રો દોરેલા હતા.