આજકાલ મોટિવેશનલ સ્પીકરોનો રાફડો ફાટી નીકળ્યો છે. જોકે આપણા ધર્મમાંજ આ બધું શીખવવામાં આવે છે, સારા બનો, સત્ય બોલો, ખૂબ મહેનત કરો, મુશ્કેલીઓમાં પાછા ન પડો, જીતેગા ઇન્ડિયા, અથાક પરિશ્રમ સફળતાની ચાવી, , જિંદગીની સફળતાની ચાવી, જિંદગીને પણ તાળું બનાવી દીધું, થઈ ગયું લોકડાઉન!! આવી ફાલતુ વાતો હોય છે..."ફાલતુ" એટલે કહીકે આ શિખામણોનો તમે અમલ નથી કરી શકવાના! મોરારીબાપુ હોય કે સ્વામિનારાયણ પંથના સ્વામીઓ હોય, કબીર હોય , મીરા હોય કે નરસિંહ મહેતા હોય , અથવા નિરૂમાં હોય કે જય વસાવડા સાહેબ હોય કે કાજલ ઓઝા વૈદ્ય હોય બધા રોજેરોજ કે અવારનવાર જીવનલક્ષી ઉપદેશોનો મારો ચલાવતા જ હોય છે. મહદઅંશે