સદાકાળ ગુજરાત ! આજે પહેલી મે એટલે ગુજરાત દિવસ.આજ નિમિતે ગુજરાતની ગૌરવગાથાને થોડી યાદ કરી લઇ ચાલો! આમ તો ગુજરાત વિષે કહીએ અને સાંભળીએ એટલું ઓછું પડે એમ છે છતાં થોડું અહીં યાદ કરી લઈએ.... આ ગુજરાતની માટી એ છે જેમાં રહેલું ખમીર દરેક ગુજરાતીની રગેરગમાં છલકાય છે... ગુજરાત એટલે દરિયાના ખોળામાં હિંડોળા લેતુ સમૃદ્ધ કિનારો ભોગવતું અખન્ડ ભારતનું રત્ન.... એનો ઐતિહાસિક વારસો એટલો વિશાળ છે જેને જાણવા બહુ ઊંડી ગહેરાઈ જોઈએ... આદિકાળ થી લઈને આજ સુધીના વારસાને સાચવતા અહીં લોથલ ધોળાવીરા સાક્ષી પુરે છે... ઇતિહાસમાં લખાઈ ચૂકેલા મીનળદેવીની દયા અને મમતામાં પાંગરેલા સિદ્ધરાજ જયસિંહ જેવા વીરો છે, તો ખમીરવંતા