રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 34

(78)
  • 3.7k
  • 6
  • 1.6k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૪ અચાનક ધૂળની ડમરીઓ શાંત થઈ, ઘોડાનાં અવાજ ધીમા થયાં. દ્રશ્યક્ષમતા પુનઃ પહેલાં જેવી થતાં જ રુદ્રએ જોયું તો ત્યાં પોતાનાં ઘોડેસવારો સાથે હિમાન મોજુદ હતો, હિમાલ દેશનો રાજા હિમાન. પોતાનાં અશ્વ પરથી ઉતરી હિમાન અને હિમાલ દેશનો સેનાપતિ વારંગા રુદ્રની તરફ અગ્રેસર થયાં. "રાજકુમાર રુદ્રને હિમાલ નરેશ હિમાનનાં નમસ્કાર." રુદ્રની સામે વિનયપૂર્વક હાથ જોડી હિમાન બોલ્યો. "મહારાજ હિમાનનું હું રાજકુમાર રુદ્ર અંતઃકરણથી સ્વાગત કરું છું." "રાજકુમાર, મને કાલે રાતે જ મહારાજ દેવદત્ત અને મહારાણીનાં અપમૃત્યુનાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થયાં. મહાદેવ એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના." રુદ્રને આશ્વાસન આપતાં હિમાન બોલ્યો. "આપની હમદર્દી માટે