શાપિત હવેલી. જૂનાગઢમાં આવેલી એક જર્જરીત હવેલીને રીનોવેશન કરી નવી નવેલી દુલ્હનની જેમ શણગારી છે. આ હવેલી આમતો ચારેક દાયકા પહેલાં બની હતી. કહેવાય છે કે એમાં એક નવાબ કુટુંબ રહેતું હતું, પણ પછી કોઈ અગમ્ય કારણોસર એ હવેલી વેચીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. આ હવેલી એક દીનુભા નામના દરબારે ખરીદી લીધી. અને જર્જરીત થયેલી આ હવેલીનું સમારકામ કરાવ્યુ. સમારકામ દરમ્યાન ઘણી અઘટિત ઘટનાઓ ઘટી. હવેલીના ત્રીજા માળેથી પટકાતાં બે વ્યક્તિના મૃત્યુ પણ થયાં. કારીગરો અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યાં નક્કી આ હવેલી શાપિત છે. કાં તો પછી કોઈ આત્મા અહીં ભટકે છે. સાંજનું આછું અંધારું