વરસાદી સાંજ - ભાગ-2

(13)
  • 3.6k
  • 1
  • 2.5k

" વરસાદી સાંજ " ભાગ-2 છોકરાનું નામ મેહૂલ હતું. મેહૂલની મમ્મીએ નાની દીકરીને ઘરમાં ન જોઇ એટલે તરત જ પૂછ્યું," કેમ તમારે તો બે દીકરીઓ છે ને ? નાની દીકરી નથી દેખાતી ? " સોનલબેને જવાબ આપ્યો કે, " હા, તેને એક્ઝામની તૈયારી કરવાની છે એટલે તેની ફ્રેન્ડના ઘરે વાંચવા માટે ગઇ છે." તેમનો ઇરાદો નાની દીકરીને જોવાનો હતો.કારણ કે તેમને સાંવરી બિલકુલ ગમી ન હતી. ચા-પાણી થઇ ગયા પછી, સોનલબેને પૂછ્યું કે કંઇ પૂછવું કરવું હોય તો ? એટલે મેહૂલની મમ્મીએ તરત જ જવાબ આપી દીધો કે, " ના,પૂછવું તો કંઇ નથી અને અમે પછી જવાબ કહેવડાવીશું." આજે ફરીથી