સમાંતર - ભાગ - ૧૧

(55)
  • 5.6k
  • 2.5k

સમાંતર ભાગ - ૧૧ આગળના ભાગમાં આપણે નૈનેશના એના પરિવાર જોડેના સંબંધની એક નાનકડી ઝલક જોઈ. સાથે નમ્રતાની કરાયેલી એક મજાકથી નૈનેશ કેટલો વ્યગ્ર થઈ જાય છે અને એના અને નમ્રતાના સ્વસ્થ સંબંધને માણ્યો. તો બીજી બાજુ રાજ આબુ ફરવા જવાનો છે અને એના પેકિંગ જેવી સામાન્ય વાતમાં પણ આપણે ઝલક દ્વારા દેખડાયેલો પ્રેમ અને કાળજી જોઈ હવે આગળ...*****"કેમ આપણે શાંત જળમાં કાંકરીચાળો કરીએ છીએ.?વમળ ઊભા કરી એની સાથે જાતને જોડીએ છીએ.! શું આ કંઇક સતત નવું મેળવવાની આપણી ઝંખના છે.!?જેને માનવ સ્વભાવની નબળાઈ કહીને અવગણીએ છીએ.!"અડધી રાતે ત્રણ વાગે મોબાઈલના એલાર્મથી ઝલક સફાળી બેઠી થઈ ગઈ. એણે ફટ દઈને એલાર્મ બંધ