મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (10)

(33)
  • 8k
  • 7
  • 3k

સુરેખા હરણ (7) મંડપમાં લક્ષમણો રૂપાળી સુરેખાને જોઈને રાજી થઈ હસી રહ્યો હતો. કૃષ્ણ પ્રભુએ સાન કરીને પ્રદ્યુમનને સુરેખા બનીને પરણવા બેઠેલા ગટોરગચ્છ પાસેથી બોલાવી લીધો હતો. જેથી ગટોરગચ્છ માયા રચીને લક્ષમણાને એનો પરચો બતાવી શકે...! ગોર મહારાજ ગર્ગાચાર્યે હસ્તમેળાપ કરાવ્યો એટલે શકુનિએ લક્ષમણાને કન્યાનો હાથ દબાવીને પુરુષાતનનો પરિચય આપવા કહ્યું. લક્ષમણાએ સુરેખાનો કોમળ હાથ દબાવ્યો અને એની હથેળીમાં નખ માર્યો.ગટોરગચ્છ એ જોઈ ખુશ થયો.."અહો.. વરરાજા તો અમને પ્રેમ કરે છે...ચાલો આપણે પણ પ્રેમનો પરિચય કરાવીએ...''એમ જાણીને ગટોરગચ્છે પણ સામો હાથ દબાવ્યો...'"ઓય...માડી... રે...મરી ગયો..."એમ રાડ પાડીને લક્ષમણાએ હાથ છોડાવ્યો અને ઉભો થઇ ગયો.ગટોરગચ્છે બિચારાની હથેળીના હાડકા ભાંગી જાય એટલા જોરથી