ધરતી નાં અંજળપાણી

(14)
  • 2.7k
  • 1
  • 824

" અલ્યા રઘલા ,આપડા શેઠની આવરદા ગોમમાં પાસા લાયા ચેડી બ્હુ વધી જ‍ઈ હેં ને" ?? સવજી એ બીડી પેટાવતા કીધું. "હા,હો સવજીડા હાવ હાચી વાત સે ભ'ઈ તારી, શેઠને ઓય લાયા તે હારૂં થ્યું....સેવટે તો ઓયનો જીવ તે ઓય જ જપ્યો હોં..." રધુએ પીઠ ઉપર ખાલી બારદાન નાંખતા હસીને ઉત્તર વાળ્યો. આ રઘુ ને સવજી બેય પાનાચંદ શેઠની દુકાન નાં નોકર હતાં. ને આ સંવાદ એમનાં ભગવાન સમા શેઠ ને નવજીવન મળ્યું હતું ને એનાં હરખમાં હતો. ચાલો , તમને આખીયે વાત માંડી ને કરૂં. મેઘપુર .......આહા ...!!જેવું સુંદર નામ એવું જ રળિયામણું ગામ . કુદરતનાં ખોળે વસેલું