પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-50 વૈદેહી એની આપવિતી કહી રહી હતી એનાં લગ્ન થયાં જ નહોતાં છતાં સમજૂતીથી અને પંડિતને પૈસાથી ખરીદી લઇને સર્ટીફિકેટ પર સહીઓ લીધી અને ચઢાવો બધો જ છોકરાનાં બાપે અમારી ગાડીમાં મૂકાવ્યો કહે છોકરીને વળાવો ત્યારે વાત હમણાં તમે લેતાં જાવ. માં અને માસીને જોતાં જ રહી ગયાં. પાપાએ મને ઉંચકીને પાછળની સીટ પર સુવાડી મેં માસીના ખોળામાં મારું માથું રાખેલું આગળ કારમાં પાપા અને માં બેસી ગયેલાં નવીનકાકાને પાપાએ ક્હ્યુ તમે પાછળ આવજો મેનેજ કરીને વૈદેહીની તબીયત ઠીક નથી અમે ઘરે જઇએ છીએ. અમે ઘરે પહોંચ્યાં ત્યાં ઘર આવતાની સાથેજ હું કારમાં બેઠી થઇ ગઇ અને નીચે