વન્સ અગેઇન - 2

  • 3.2k
  • 1
  • 1.1k

પંચાયતમાં જાહેર ફરમાન કરવામાં આવ્યું કે જો શ્રેયા સાથે ધ્રુવનો ખાનગીમાં કે જાહેરમાં કોઈ પણ રીતે સંબંધ ચાલુ રહેશે તો… પંચાયત નિયમ મુજબ ગામ તરફથી ધ્રુવના પરિવારને મળતા તમામ હુક્કાપાણી બંધ થઈ જશે અને કોઈ પણ જાતના આર્થિક કે સામાજિક વહેવાર રાખવામાં આવશે નહીં. વરસોથી ચાલી આવતી પરંપરા સામે ધ્રુવના બા અને બાપુનું પણ કંઈ ન ચાલ્યું… અને હુક્કાપાણી બંધ થાય તો ધ્રુવના પરિવારને ભૂખે મરવાનો વારો આવે. સમાજમાં ધ્રુવ ના પરિવારની પ્રતિષ્ઠા મરી પરવારે… મા-બાપની લાચાર આંખો સામે ધ્રુવનો પ્રેમ એની અક્કડતા દેખાડી ના શક્યો અને અંતે મા-બાપની આંખોનાં લાચારી ભર્યાં આંસુની આગમાં ધ્રુવ અને શ્રેયાના પ્રેમનું બીડું હોમી