હાઈ પ્રોફાઈલ - ૩

(22)
  • 3.2k
  • 2
  • 1k

રાજીવના દિલો દિમાગ પર પેલી છોકરી જ છવાયેલી હતી. એના શબ્દો રાજીવના કાન મા હજુએ પવનની માફક અથડાતા હતા. રાજીવે ગાડી માથી બહાર નીકળી ચો તરફ નજર કરી. શિયાળાની રાત હતી એટલે પવન સાથે ઠંડીનો ચમકારો પણ હતો ને પવનનુ જોર પણ ઘણુ હતું.સામેજ દરિયો ઘુઘવાટા મારતો હતો. પવનની સાથે દરિયાના મોજા પણ ઉછળતા હતા. આવી જ હાલત રાજીવ ની હતી પેલી છોકરી માટે તેની લાગણીઓ પણ ઉછાળા લેતી હતી. એટલે જ રાતે બાર વાગ્યે પોતે ડુમ્મસ બીચ પાસે કાર પાર્ક કરીને ઊભો હતો. બીજી થોડીક કાર પણ ઉભેલી હતી.સુરતીઓ શિયાળાની ઠંડીની મોજ લેવા ડુમ્મસ બીચ પર નાના નાના ભૂલકાઓ ને લઇ