પેન્ટાગોન - ૧૬

(81)
  • 4.9k
  • 10
  • 2k

(શેઠ રતન ચંદ સાથે પ્રોફેસર નાગ અને બાકીનું યુવા ટોળું એમની વાતોમાં મશગુલ હતું ત્યારે અચાનક બધાનું ધ્યાન ગયું કે કબીર ત્યાં હાજર ન હતો. એને શોધવા બધા કૂવા તરફ ગયા ત્યારે ત્યાં પણ કબીર દેખાઈ ન હતો રહ્યો...) “કબીર...કબીર..." કૂવામાં મોબાઈલની ફ્લેશ લાઈટ નાખી સાગર, રવિ અને એમની સાથે જેક પણ બૂમો પાડી રહ્યો હતો. “શું થયું?" પાછળથી આવેલ પ્રોફેસરે પૂછ્યું. “કબીર કૂવાના પાણીમાં દેખાઈ નથી રહ્યો. એ કોઈ મુસીબતમાં તો નહિ હોય?" સાગરે કહ્યું. “આજ પહેલા આવું નથી થયું. કબીર જેવો પાણીમાં પડે કે તરત ભાનમાં આવી બચાવ માટે બૂમો પાડતો હોય!" રવિએ પ્રોફેસર સામે જોઈ કહ્યું. “આપણે