રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 33

(84)
  • 4.1k
  • 5
  • 1.9k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૩ પોતાનાં માતા પિતાનાં અંતિમ સંસ્કાર બાદ રુદ્રએ રડવામાં અને દુઃખ વ્યક્ત કરવામાં એક ઘડીનો પણ સમય વ્યર્થ ના કર્યો. દેવદત્તની ચિતાની સાથે જ રુદ્રએ નિમલોકો જોડે મનુષ્યો દ્વારા કરવામાં આવેલી સંધિને સળગાવી દીધી. પોતાનાં મહારાજ અને મહારાણીની અંતિમ સંસ્કાર વિધિમાં આવેલાં તમામ નિમલોકો ઉપસ્થિત હતાં. વિધિ પૂર્ણ થતાં જ રુદ્ર એમની સામે આવ્યો અને દરેકને એનો અવાજ પહોંચે એમ મોટેથી બોલ્યો. "મહારાજ અને મહારાણીનાં આ અંતિમ સમયે તમે અહીં આવ્યાં એ બદલ હું રુદ્ર, તમારો ભાવિ રાજા અંતઃકરણથી તમારો આભારી છું." "પિતાજીને સદાયથી આપ સૌની ખૂબ જ ચિંતા હતી. એમનાં માટે પાતાળલોકમાં વસતાં દરેક