વૈશાખી વાયરા અને ઢોલના ઢીસાકા

  • 3.6k
  • 842

વૈશાખી વાયરા અને ઢોલના ઢીસાકા-....................................................... આજથી એકાદ-દોઢ દાયકા અગાઉ લેખાનો ચૈત્ર મહિનો પૂરો‌‌ થાય એટલે ગરમાં ગરમ વૈશાખી વાયરા ચાલુ થઈ જાય !! વરણાગી વૈશાખના વાયરા વાય એટલે ઉત્તર ગુજરાતના ગામડે ગામડે લગ્નના રઢીયાળા ઢોલ ઢબુકતા ! ઉત્તર ગુજરાતની લગભગ દરેક કોમોમાં લગ્ન સીઝનની વણંઝાર ચાલુ થાય !! જાણે પરણવાનો જ પરવાનો આપતા વૈશાખના ધોમ ધખતા તાપમાં ગામડે ગામડે સોના સરખી ગેડીએ લગનના મધરાળા દેશી ઢોલ વાગતા અચૂક સાંભળવા મળે ! ગામે ગામ વયસ્ક કુંવારી કન્યાઓના હાથ મહેંદીથી લાલ થાય અને વૈશાખની ટાપી-ટાપીને‌ રાહ જોતા ફૂટડા જુવાનિયાઓના લગ્નનો અવસર ઉંબરે આવીને ઊભો હોય !! વેવાઈઓ,