લોકડાઉનની જીત

  • 2.3k
  • 916

*લોકડાઉનની રમત * ઋત્વિક સવારના ઉઠીને જ ઘરની સાફ સુફીમાં લાગી ગયો,આજે પાંસઠ દિવસ પછી વિમાન સેવા ચાલુ થઈ હતી..દહેરાદૂનથી માંડ માંડ દિલ્હી પહોંચેલી ઋચાને આજે કદાચ કંમ્પનીમાંથી વિમાનમાં ટિકિટ મળી ગઈ છે.તેની ફ્લાઈટ જો સમયસર ઉપડી તો એ આજે તેના ઘરમાં પાછી વળશે ને જો તેને જરા પણ અસ્તવ્યસ્ત ઘર દેખાયું તો તેની આવી જ બનશે..! હા! ઋચા એક શાળાના કન્સલટીંગ માટે દેહરાદૂન ગઈ હતી,અચાનક કોરોના વાઈરસના લોકડાઉનને કારણે તે ત્યાં ફસાઈ ગઈ હતી ને તેનો પતિ ઋત્વિક અહીં મુંબઈમાં..!બે ત્રણ દિવસ તો બન્ને ખુશ હતા..!હાશ આમ પણ બન્ને