રેઈની રોમાન્સ - 9

(12)
  • 2.4k
  • 1.1k

પ્રકરણ 9..... 'ફ્રેન્ડહાઉસ' સાગરિકા સાથે અહીંયા આવેલી. ત્યારથી આ જગ્યા ખૂબ ગમેલી. રાજકોટ જેવા સતત દોડતા શહેરમાં આવી શાંત અને નયનરમ્ય જગ્યા મળવી બહુ મુશ્કેલ છે. છેલ્લા ચારેક દિવસથી રોજ બપોર પછી ઝાપટાં જેવો વરસાદ આવી જતો. આવા માદક વાતાવરણમાં, આવું નશીલું એકાંત અને મનગમતો પુરુષ સાથે હોય પછી પુછવું જ શું ! કાલની દુઃખદ આંચકારૂપ ઘટનામાંથી બહાર નીકળતાં આખી રાતનો ઉજાગરો થયો હતો. એ બધું ભૂલીને મારું મન પ્રેમ કરવા અને મેળવવા માટે બેતાબ બની રહ્યું હતું. મને વરસાદમાં બિન્દાસ બનીને નાચવું બહુ ગમતું. પણ હજુ એવી તક મળી નહોતી. કુદરત સાથે એકાકાર થઇ જવું એ મારા માટે