કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૯

  • 3.7k
  • 2
  • 1.2k

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૯ લોકડાઉનનાં લાલ ઝોનમાં ઘરમાં બેઠા બેઠા લીલા જોતો હતો. રામની રામાયણ. રોજ પાંચ કિલોમીટર ચાલવાની આદત છે મારી. પણ છેલ્લા સવા મહિનાથી સવા કિલોમીટર નથી ચાલ્યો. ટામેટા જેવી હાલત થઇ ગઈ છે, પહેલા લીલા ઝોનમાં હતા પછી ઓરેન્જ ઝોનમાં આવ્યા અને હવે લાલઝોન પછી સીધી ચટણી થવાની. કોરોના વોરિયરનાં માનમાં ભારતીય સેનાએ પુષ્પ વૃષ્ટિ કરી, એમ જે લોકો ઘરમાં બેઠા છે એમની હિમ્મત ને દાદ દેવા સરકારે બારીએ સીટી વગાડવાની પરમીશન આપી શાબાશી આપવી જોઈએ. બેઠા બેઠા પીઠ પર સોફાના કવરની ડીઝાઈન છપાઈ ગઈ હતી. મોબાઈલમાં ગેમ રમી રમીને કંટાળી