ટોપર

  • 2.6k
  • 770

'પ્લીઝ, હવે એક લાસ્ટ પેગ.' મેં મારા ગ્લાસ ને લંબાવતા ઉદય ને કહ્યું. અમે કાસલ નમસ્તે હોટલ ના ટેરેસ પર બેઠાં હતાં. 'નહીં ટોપર, તે ઓલરેડી પાંચ પેગ મારી લીધા છે, હવે એક પણ નહીં.' તે બોટલ ને મારા થી દુર લઇ જતાં બોલ્યો. હું લથડાતો લથડાતો તેના તરફ ગયો.મને સામે રહેલાં તળાવ,પર્વત બધું હલતું હોય એવું લાગતું હતું.મારી કેપેસિટી પાંચ પેગ ની હતી પણ આજે મારે તેનો રેકોર્ડ તોડવો હતો. 'ઉદય,પ્લીઝ દોસ્ત એક. ' મેં તેની નજીક પહોંચી ને શબ્દો ના આડા અવળા લેકા સાથે કહયુ. 'હવે આ લાસ્ટ પછી પૂરું' તેણે મારા હાથમાંથી ગ્લાસ લઈને પેગ બનાવતાં મને