અધ્યાય 27 " નવશીંગાની આઝાદી "તેમને ખુશી નો પાર ન રહયો અને તે બોલ્યા "શું તુજ વાસ્તવિકતા માંથી મને બચાવવા આવેલો છોકરો છું?" પ્રોફેસરને જોઈ ને અર્થ અને કાયરા પણ ખુશ થયા તેમણે જોયું ત્યારે ખબર પડી કે પ્રોફેસર હજી પણ તંદુરસ્ત લાગતા હતા.તેમની ઊંચાઈ મધ્યમ હતી અને તેમની દાઢી તથા મૂછો વધી ગયેલી હતી તેમની આટલી ઉંમર હતી પણ છતાં તેમનાં હાવ ભાવ પર થી લાગ્તું ના હતું કે તે ઉંમરલાયક હશે.અર્થે હા પાડી પણ તે વિચારમાં પડી ગયો પણ તેમને કેવી રીતે ખબર પડી કે તે વાસ્તવિકતા માંથી આવ્યો છે.તેનાથી રહેવાયું નહીં અને તેણે સવાલ પૂછી લીધો આજ