કૂબો સ્નેહનો - 41

(30)
  • 3.9k
  • 2
  • 1.4k

? આરતીસોની ? પ્રકરણ : 41 અમ્માના હૈયે ચર્ચરી, ભૂતાવળ બની ડાકલા વગાડવા માંડી હતી, અને દિક્ષા સમક્ષ આમ્માએ, અમેરિકા જવા માટેની ઇચ્છા વ્યક્ત કરી.. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ સૂર્યનારાયણ, બિલીપત્રોમાંની છીણી પરથી છિણાઈ છિણાઈને હરિસદનમાં કણ કણ વેરાઈને અજવાળાં પાથરી રહ્યાં હતાં. બહાર એ બિલીપત્રો પણ અમંગળનો ઓછાયો ઓળખી, હલબલી ઊઠ્યાં હતાં. અમ્માને પોતાની નાનકડી અને કોમળ દુનિયાના ચૂરેચૂરા થતાં ભાસી રહ્યાં. શૂન્યમનસ્ક અમ્મા ધરતીને ખોળે દુઃખ પાથરીને આકાશ તરફ મીટ માંડી કાન્હાજીને કરગરી રહ્યાં, મનોમન એમણે કંઈ કેટલીયે બાધાઓ આખડીઓ રાખી લીધી હતી. જ્યારે આપણું ધાર્યુ થાય તો એને પ્રભુ કૃપા કહેવાય..!! અને ન થાય ત્યારે