લવ રિવેન્જ - 18

(79)
  • 8k
  • 7
  • 3.9k

લવ રિવેન્જ પ્રકરણ-18 "આ બધું શું થઈ ગ્યું.....!?" અંકિતાનાં ખભે માથું મૂકીને કામ્યા મોટેથી રડી રહી હતી. હોસ્પિટલનાં પાર્કિંગમાં બેભાન થયાં પછી લાવણ્યાને એજ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી દેવાઈ હતી જ્યાંથી થોડીવાર પહેલાં સિદ્ધાર્થને ડિસ્ચાર્જ અપાઈ હતી. "આ....છોકરી....!શ.... શું થશે....એનું...!?" કામ્યા હવે ડૂસકાં ભરવાં લાગી. અંકિતા તેની પીઠ પસવારી રહી હતી. જોકે તે પોતે પણ રડી રહી હતી. બંને ઈમરજન્સી રૂમની સામે બેઠક ઉપર બેઠાં હતાં. ત્રિશા પણ ઢીલી થઈને કામ્યાની બીજી બાજુ બેઠી-બેઠી તેને શાંત કરાવવાંનો પ્રયન્ત કરી રહી હતી. જોડે ઉભેલો પ્રેમ માંડ પોતાને ભાંગી પડતાં રોકી રહ્યો હતો. રોનકની હાજરીને લીધે પ્રેમ પોતાને ભાંગી