પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૩

  • 3.3k
  • 1.3k

પ્રકરણ ૩ સવાર થઈ, આખી રાત એકબીજામાં સમાઈ ને સુતા હતા. વહેલી સવારમાં સરિતા તૈયાર થઈ ગઈ. નવી સાડી, ભીના વાળ, કોઈ નવ વધુ હજી કાલ જ પરણીને આવી હોય તેવી લાગતી હતી. જયેશભાઈ તો હજી સુતા હતા. પાસે જઈને જગાડ્યા.. હજી તો સાત વાગ્યા હતા. આટલી વહેલી સવારમાં તો કોઈ દિવસ જાગ્યા નહોતા એટલે આંખ ખુલતી નહોતી પણ સરિતાને ભીના વાળમાં જોઈ એટલે ઉંઘ ઉડી ગઈ. સરિતાએ બાંધેલા ભીના વાળ ખોલી દીધા. બારી માંથી આવતા સૂર્યના કિરણ તેના વાળ માંથી ઉડતા પાણી માંથી પ્રવેશી જયેશના આંખોમાં મેઘધનુષ બનાવતા હતા. "ચાલ, આજ આપણે ફરી એ કાફેમાં જઈએ