અજનબી હમસફર - ૧૬

(36)
  • 3.9k
  • 2
  • 1.4k

હમીરગઢથી આવ્યા પછી રૂપલે તેના ભાઈને ઘણી વખત ચિઠ્ઠી લખી પરંતુ તેનો કોઈ જવાબ ના આવ્યો . એ રાતની ગોઝારી ઘટના બાદ અમારા પગમાં એટલી હિંમત ન હતી કે અમે પાછા ત્યાં કદમ મુકીએ.અમારા નવા જીવનની શરૂઆત મારા મા બાપના મૃત્યુથી થઈ તે ડંખ મને હંમેશા રહ્યો . થોડા વર્ષોના સંઘર્ષ પછી અમારી જિંદગીની ગાડી પાટે ચડી ગઈ અને તેમાં તું અને આશિષ ઉમેરાયા . તેના પપ્પાની વાત સાંભળી દિયાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. કમલેશભાઈ અને રેશમા બહેનની આંખોમાં પણ આંસું હતા . "દિયા બેટા ..તને અમે નાનપણથી જ સ્વતંત્રતા આપી છે અને તે અમારા વિશ્વાસનો ક્યારેય ફાયદો નથી ઉઠાવ્યો