સારથિ Happy Age Home - 2

(33)
  • 3.5k
  • 2
  • 1.3k

માનવ અને દેવલ બંને સાંજે પાંચ વાગે “સારથી Old Age Home"માં પહોંચી ગયેલા. ત્યાંના મેનેજર જીવણલાલે પહેલા તો આ બે છોકરાઓને જોઈને વધારે ઉમળકો નહતો બતાવ્યો પણ એ લોકો આજે અહીં એમનો જનમ દિવસ ઉજવવા આવ્યા છે એ જાણીને એ થોડા ખુશ થયા હોય એવું લાગ્યું. “હા તો તમારા બંનેમાંથી કોણે મને ફોન કરેલો?"“જી મેં." માનવે કહ્યું.“ઓહ્ તો આજે તમારો જન્મ દિવસ છે! હેપી બર્થડે!" જીવણલાલ પોતાનો હાથ આગળ કરતા બોલ્યા.“થેંક યુ." માનવે એનો હાથ આગળ વધાર્યો અને જીવણલાલ સાથે હસ્તધનુન કર્યું. “આ મારો મિત્ર છે, દેવલ."જીવણલાલ સાથે માનવ અને દેવલ અંદર ગયા. સારથીનું મકાન બે માળનું હતું. નીચે ગ્રાઉન્ડ ફ્લોર