ઓસ્લોમાં બે દિવસ ફરીને પછી અમે ત્રીજી સવારે વહેલા તૈયાર થયા. તે દિવસે અમે ફરી ગાડી ભાડે રાખેલી હતી. સવારે એ ગાડી લેવા પહોંચ્યા એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી શરૂઆત થઇ. કંઈક વેબસાઈટના ગોટાળાને લીધે અમે બુક કરાવેલી ઓટોમેટિક કાર ને બદલે અમને મેન્યુઅલ ગીયર વાળી ગાડી મળી. પહેલી ટ્રીપ વખતે એ મળી હોતે તો અમે ના જ પાડી દેતે પણ થોડો વખત જમણી બાજુએ ગાડી ચલાવ્યા પછી અમારો આત્મવિશ્વાસ વધેલો એટલે થોડા ડર સાથે એ ગાડી લઇ લીધી. જો કે ત્યાંથી અમારા એપાર્ટમેન્ટ સુધી પહોંચતા એટલી ઠંડીમાં ય પરસેવો વળી ગયો. એપાર્ટમેન્ટ પરથી બધાને લઈને અમે આગલા મુકામ પર જવા