મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (9)

(25)
  • 6.6k
  • 2
  • 3.1k

સુરેખા હરણ (6)બલભદ્રના મહેલની અગાશીમાં ઉતરીને ગટોરગચ્છે સુરેખાનું રૂપ ધારણ કર્યું અને પોતાની માયા સંકેલી લીધી.એ સાથે જ છાબ લઈને આવેલી વેવાણો અદ્રશ્ય થઈ ગઈ. મંડપમાં માત્ર પ્રભુની રાણીઓ અને બલભદ્રની રાણી જ રહ્યાં. એકાએક આવું કૌતુક જોઈ સૌ ભય પામ્યાં.અવન્તિકાજી દોડીને મહેલમાં સુરેખાને શોધવા દોડ્યાં. કોઈ માયાવીએ માયા રચી હોવાના સમાચાર બલભદ્રને અને પ્રભુને પહોંચાડવામાં આવ્યા. અવન્તિકાજી ચોથે માળે પહોંચ્યાં ત્યારે સુરેખા એમને રડતી રડતી સામી મળી. દીકરીને સલામત જોઈ અવન્તિકાજીના જીવમાં જીવ આવ્યો. "અરે...માતા મને તો ખૂબ ડર લાગે છે...મારી સાસુ તો કોણ જાણે હવામાં જ ઓગળી ગયાં. મને છેક અગાશીમાં લઈ ગયા અને પછી ઓગળી ગયા... હું તો