બાળક એ કોરી પાટી જેવા હોય છે તેમાં તમે સંસ્કાર – સંસ્કૃતિ અને જ્ઞાનના સુવાસ્ય અક્ષરે લખશો એટલું ભવિષ્યમાં તમે વાંચી શકશો. બસ અક્ષર તમારા હોવા જોઈએ અને તમે ભવિષ્યમાં વાંચી શકો તેવા હોવા જોઈએ.અને હા એટલું ભેગું ભેગું ના લખતા કે વાંચવું તો દુર જોવો પણ ના ગમે અને એટલું દુર દુર પણ લખતા કે બધું લખી પણ ના શકો. આ પૃથ્વી પર જયારે બાળક જન્મ લે છે ત્યારે તેને કશી જ ખબર નથી હોતી કે મારો જન્મ શા માટે થયો ., હું કોણ છુ., મારા માતા-પિતા કોણ છે., અહી મારું કોણ છે અને પારકું કોણ છે..? એક પણ