નીરા - ( Happy Father's Day )

  • 2.5k
  • 938

"મેનાબેન, હરખનાં પેંડા મસ્ત હતા હો, વટ પડી ગયો ને તમારો તો કાંઈ, આખી સોસાયટીમાં...!!તમારો ક્રિષ્ના તો ઝાઝાં બધા ટકા લ‌ઈ આવ્યો ને દસમા ધોરણમાં...બહુ ગમ્યું મને તો હોં, હશે ત્યારે તમારી ને નીરા ની ચિંતા એટલી ઓછી થઈ.... તમારી નીરા તો બહુ ડાહી હો , નસીબદાર છો હો તમે." પડોશી કુસુમ કાકી એ સવાર સવારમાં ઘરે આવી ને મેનાબેનને અભિનંદન આપ્યા. "હા હો, તમારી વાત સાવ સાચી છે,કો'ક પુન્ય તપતા હશે તો મારી નીરાએ મારૂં ઘડપણ અજવાળ્યું. નહીંતર મારો ટેકો કોણ હોત અત્યારે.ને કાના માં તો મારો જીવ વસેલો છે . ભગવાને થોડીક ખોટ રાખી ને મોટી રાહત મને