Locust Attack - “ભારત માટે દાજ્યા પર ડામ” ૨૦૨૦નું વર્ષ દરેક દેશ માટે કઠિન પરીક્ષા લઈને આવ્યું હોય તેવું લાગે છે. ભારતના વૈજ્ઞાનિકો હજી COVID-૧૯ની વેક્સીન માટે માથા ખંજોળે છે ત્યાં પૂર્વ ભારતનો કોસ્ટલ એરિયા સાઇક્લોન ‘એમ્ફાન’નો શિકાર બન્યો. પશ્ચિમ-બંગાળા અને ઓરિસ્સાના લોકોએ કદાચ સાઈક્લોનના રૂપમાં સ્વયં યમરાજને જોયા. અને હવે, આ તીડોના ઝુંડ. ઈશ્વર પરીક્ષા લે છે એ બરાબર, પણ પ્રશ્નો હંમેશા ‘આઉટ ઓફ સિલેબસ’ જ આવે છે. What is Locust ?? તીડના આક્રમણ પહેલા થોડી માહિતી તીડ વિષે પણ મેળવી લઇએ. તીડ ઇન્સેક્ટની કેટેગરીમાં સંમિલિત છે. તીડ, ગ્રાસહોપર અને ક્રિકેટ એક જ ફેમિલીના ઇન્સેક્ટ છે. તીડની ખાસિયત એ