'ચોક્ડ: પૈસા બોલતા હૈ' -રાકેશ ઠક્કર'નેટફ્લિક્સ' જેવું લોકપ્રિય પ્લેટફોર્મ અને ડાર્ક વિષયમાં જેમની મહારત છે એવા નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ હોય ત્યારે દર્શકોની અપેક્ષા કંઇક ઔર વધી જાય છે. ૫ મી જૂને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી 'ચોક્ડ: પૈસા બોલતા હૈ' માં અનુરાગનો મનપસંદ વિષય છે. છતાં 'ગેંગ્સ ઓફ વાસેપુર' કે 'દેવ ડી' જેટલા આ વખતે પ્રભાવિત કરી શક્યા નથી. લગભગ બે કલાકની આ ફિલ્મને સાડા ત્રણથી વધુ સ્ટાર આપી શકાય એમ નથી. છતાં એક વખત જોઇ શકાય એવી જરૂર છે. બોલિવુડમાં અનુરાગ જેવા ગણતરીના જ કેટલાક નિર્દેશકો છે જે વિવાદાસ્પદ ફિલ્મ બનાવતા ખચકાતા નથી. વર્ષો પહેલાના નોટબંધીના વિષય પરની આ