કોલેજના દિવસો અને પ્રેમ - ૬

  • 2.5k
  • 1
  • 1.1k

આજના દિવસે મારે તેના સાચા અર્થમાં મારા પ્રેમના જવાબનો ઈંતજાર હતો. સવારે આજે વહેલી બસ પકડી હું કોલેજ આવી ગયો હતો. તેને મેં મારી સાથે આવવા માટે બસમાં આવવા માટે જણાવ્યું નહોતું. હું વહેલો પહોંચી મારા જવાબની રાહ જોતો એક છાની જગ્યાએ ઉભો રહી ગયો. હવે અન્ય સહપાઠીઓ આવવા લાગ્યા હતા. પણ હજુ તે આવી નહોતી. મારી ઈંતજારીનો અંત આવતો નહોતો. હવે શું કરવું તે ખબર નહોતી પડતી. હું તેને SMS કરીને પુછવા પણ માંગતો નહોતો કે કેમ નથી આવી. વર્ગમાં પ્રાર્થના પણ ચાલુ થઈ ગઈ હતી. બધા સહપાઠીઓ આંખો બંધ કરી પ્રાર્થના ગાવા લાગ્યા પરંતુ મારૂં મન ભગવાનને એક